એડ્રિનલ ગ્રંથિનું સ્થાન, પ્રકાર જણાવો.
સ્થાન : આપણા શરીરમાં પ્રત્યેક મૂત્રપિંડ અગ્રભાગે એક-એક જોડ એડ્રિનલ ગ્રંથિઓ આવેલી છે. આ ગ્રંથિઓ બે પ્રકારની પેશીઓથી બનેલી છે. કેન્દ્રમાં આવેલી પેશીને મજજક $(Medulla)$ અને બહારની બાજુ આવેલી પેશીને એડ્રિનલ બાહ્યક $(Cortet)$ કહે છે.
એડ્રિનલ મજ્જક $(Medulla)$ એડ્રિનાલિન / એપીનેફ્રિન અને નોર એડ્રિનાલિન / નોર એપિનેફ્રિન તરીક ઓળખાતા બે અંતઃસ્ત્રાવનો સ્રાવ કરે છે.
આ અંત:સ્રાવો કેટકોલેમાઈન્સ તરીકે ઓળખાય છે.
એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન ઝડપથી કોઈ પણ પ્રકારની તણાવની સ્થિતિને પહોંચી વળવા તેમજ સંકટ સમયે ઉત્પન્ન થતાં અંત:સ્ત્રાવો છે.
'આ અંતઃસ્ત્રાવોને 'લડો યા ભાગો' પ્રકારના અંત:સ્ત્રાવો કહે છે.
આ અંતઃસ્ત્રાવો ચપળતા, આંખની કીકી પહોળી થવી, રુંવાટા ઉત્પન્ન થવા, પરસેવો થવો વગેરેમાં વધારો કરે છે.
આ અંતઃસ્ત્રાવો હ્રદયના સ્પંદનમાં, હદયમાં સંકોચનની ક્ષમતા અને શ્વસનદરની ક્ષમતામાં વધારો કરે છે.
કેટકોલેમાઈન, ગલાયકોજનના વિધટનને પ્રેરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. લિપિડ અને પ્રોટીનના વિધટનને ઉત્તેજિત કરે છે.
બાહ્યક ત્રણ સ્તરોમાં વિભાજિત થાય છે : $(i)$ ઝોના રેટીક્યુલેરીસ (અંદરનું સ્તર), $(ii)$ ઝોના ફેસીક્યુલેટા (મધ્ય સ્તર),
$(iii)$ ઝોના ગ્લોમેરુલોસા (બાહ્ય સ્તર).
એડ્રિનલ બાહ્યક ઘણા અંતઃસ્ત્રાવોનો સ્રાવ કરે છે. સામાન્ય રીતે તેને કોર્ટિકોઇડ્રસ $(Corticoids)$ કહે છે.
$\alpha-$ ગ્લુકોકોર્ટકોરસ - કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલ કોર્ટિકોઈડ્સ છે.
$\beta$ - મિનરેલો કોર્ટિકોઈડ્સ - શરીરમાં પાણી અને ઈલેક્ટ્રોલાઇટ્સના સમતોલનનું નિયંત્રણ કરે છે.
આલ્ડોસ્ટેરોન, મુખ્ય મિનરેલો કોર્ટિકોઈડ્સ છે.
ગ્લુકોકોર્ટુકોઇડ્રસ, ગ્લુકોનીયોજનેસીસ $(gluconeogenesis)$ લિપોલાયસીસ અને પ્રોટીઓલાયસીસને ઉત્તેજે છે.
કોષીય ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડના વપરાશને અવરોધે છે.
કોર્ટિસોલ - હદ પરિવહનતતંત્રની જળવવણી ઉપરાંત મુત્રપિંડના કાર્યોની જળવણી પણ કરે છે.
ગ્લુકોકોર્ટિકોઇડ, કોર્ટિસોલ છે જે ઍન્ટિઇન્ફલેમેટરી (પ્રતિદાહક) અસર પ્રેરે છે અને પ્રતિકારક ક્ષતિ અવરોધે છે. કોર્ટિસોલ રક્તકણન $(RBC)$ ઉત્પાદનને ઉત્તેજે છે.
આલ્ડોસ્ટેરોન, મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા પર અસર કરી $(i)$ $\mathrm{Na}^{+}$અને પાણીના પુનઃશોપણ તેમજ $(ii)$$\mathrm{K}^{+}$અને ફોર્ફેટ આયનના ઉત્સર્જનને ઉત્તેજે છે.
આમ, તે ઈલેક્ટ્રોલાઈટ્સ, દેહજળ પ્રમાણ $(Body fluid Volume)$ આસૃતિ દાબ અને રુદિરદાબને જાળવવામાં મદદ કરે છે. એડ્રિનલ બાહ્યક દ્વારા અલ્પમાત્રામાં એન્ડ્રોજેનિક સ્ટિરોઈડ્રસ પણ સ્રાવ પામે છે. જે યૌવનારંભ દરમિયાન શરીર પરના વાળ, પ્યુબિક વાળ, ચહેરાના વાળની વૃદ્ધિમાં ભાગ ભજવે છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા, રુવાંડા ઊભા થવા તથા પ્રસ્વેદ સાથે સંબંધ ધરાવે છે?
કોર્ટિસોલની અસર કેવી હોય છે ?
$\quad$ લિપિડ $\quad$ પ્રોટીન $\quad$ રુઘિર શર્કરા
આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઈડ છે.
દર્દી જે મૂત્રમાં મોટા પ્રમાણમાં સોડિયમનું ઉત્સર્જન કરે છે
એડ્રિનલ ગ્રંથિના ઝોના ગ્લોમેરૂલોસાના કાર્યને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે?